
ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)એ ભગવદ્ ગીતાનો નવો ડિગ્રી કોર્સ શરૂ કર્યો છે. વિદ્યાર્થીઓ શૈક્ષણિક સત્ર 2024-2025 માટે IGNOUથી ભગવદ્ ગીતા સ્ટડીમાં માસ્ટર ડિગ્રી પ્રોગ્રામમાં એડમિશન લઈ શકે છે. આ કોર્સ ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ (ODL) મોડમાં જુલાઈ 2024 સેશનથી શરૂ થશે. IGNOUએ પોતાની ઓફિસિયલ વેબસાઈટ ignou.ac.in પર નોટિફિકેશન જારી કરીને તેની જાણકારી આપી છે.
આ વખતના સત્રમાં IGNOUએ ભગવદ ગીતામાં MA પ્રોગ્રામ લોન્ચ કર્યો

આ પ્રોગ્રામનું પૂરું નામ M.A. ભગવદ્ ગીતા સ્ટડીઝ (M.A. Bhagavadgita Studies અથવા MABGS) છે. ઘણી યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરો અને આચાર્યોના માર્ગદર્શન હેઠળ પ્રોફેસર દેવેશ કુમાર મિશ્રાએ આ કોર્સ ડિઝાઈન અને વિકસિત કર્યો છે. આ સાથે જ તેમને જ આ પ્રોગ્રામના કોઓર્ડિનેટર પણ બનાવવામાં આવ્યા છે.
હાલમાં આ પ્રોગ્રામ હિન્દી મીડિયમમાં ઉપલબ્ધ
IGNOU એમ.એ ભગવદ્ ગીતા સ્ટડીઝ પ્રોગામમાં 500 બેઠકો પર એડમિશન આપવામાં આવશે. પ્રોગ્રામનો સમયગાળો 2 વર્ષનો રહેશે. આ પ્રોગ્રામમાં 80 ક્રેડિટ્સ હશે. હાલમાં આ પ્રોગ્રામ હિન્દી મીડિયમમાં ઉપલબ્ધ છે. પરંતુ આગામી વર્ષોમાં તેને અંગ્રેજી મીડિયમમાં પણ ભણાવી શકાશે. ઓફિસિયલ વેબસાઈટ પર નોટિફિકેશન જારી કરીને લખવામાં આવ્યું છે કે, સક્ષમ અધિકારીની મંજૂરીથી MA ભગવદ્ ગીતા સ્ટડીઝ (MABGS) પ્રોગ્રામ જુલાઈ 2024 સત્રથી ODL મોડ દ્વારા રજૂ કરવામાં આવશે.
M.A. Bhagavadgita Studiesમાં કોણ લઈ શકશે એડમિશન?
એવા ઉમેદવારો જેઓ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બેચલરની ડિગ્રી અથવા તેની સમકક્ષ કોઈ કોર્સ કરી ચૂક્યા હોય તેઓ આ પ્રોગ્રામમાં એડમિશન લઈ શકે છે. પ્રોગ્રામ માટે એલિજિબિલિટીની તમામ જાણકારી માટે ઈચ્છુક ઉમેદવાર વેબસાઈટ પર જારી નોટિફિકેશન વાંચી શકે છે.
આટલી છે ફી
આ માસ્ટર ડિગ્રી કોર્સમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓએ વાર્ષિક 6300 રૂપિયા ફી જમા કરાવવી પડશે. એનો અર્થ એ કે, તમે 12,600 રૂપિયામાં ભગવદ્ ગીતા સ્ટડીઝમાં માસ્ટર ડિગ્રી મેળવી શકે છે.
પ્રોગ્રામની જરૂરી વિગતો
– મોડ- ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ
– સ્કૂલ- સ્કૂલ ઓફ હ્યુમેનિટિઝ
– સમયગાળો- 2 વર્ષ
– મીડિયમ- હિન્દી
– સ્પેશિયલાઈઝેશન- સ્પેશિયલાઈઝેશન
– વિવરણ- MA ભગવદ્ ગીતા સ્ટડીઝ (MABGS)
– યોગ્યતા- કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અથવા ઉચ્ચ ડિગ્રી.
– ફી- 6300/- રૂપિયા વાર્ષિક પ્લસ નોંધણી/વિકાસ ફી લાગુ થવા પર.
IGNOUમાં ભગવદ્ ગીતા સ્ટડીઝનો પ્રોગ્રામ લોન્ચ કરવાનો નિર્ણય IGNOUની 81મી એકેડેમિક કાઉન્સિલની મીટિંગ દરમિયાન લોવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2024ના એકેડેમિક સેશનમાં આ પ્રોગ્રામને લોન્ચ કરવામાં આવ્યો. આ સાથે જ IGNOUએ 13 વધુ નવા પ્રોગ્રામ કોર્સ લોન્ચ કર્યા છે જેની જાણકારી ઉમેદવાર ઓફિસિયલ વેબસાઈટ પર જઈને લઈ શકે છે.